Dwarka News: કલ્યાણપુરના ખીજદડ ગામે બે દિવસ પહેલા યુવકની હત્યા પહેલા થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યા

Continues below advertisement

દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે બે દિવસ પહેલા યુવકની હત્યા પહેલા થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યા.. મૃતક વિરમદેવસિંહ જાડેજાને આરોપી ચંદ્રસિંહ જાડેજાના પત્ની સાથે અનૈતિક સંબંધો હતા. આ અંગે આરોપીને જાણ થતાં બનંને રંગેહાથ ઝડપી લીધા હતાં. ત્યારબાદ આવેશમાં આવી ગયેલા ચંદ્રસિંહે મૃતકને નગ્ન હાલતમાં જ બેફામ માર માર્યો. ત્યારબાદ હત્યા કરી નાંખી હતી. મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાના ત્રણ દિવસ બાદ હત્યાના ગુનામાં પોલીસે આરોપીને જામરાવલથી દબોચી લીધો હતો. પોલીસ બપોર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાંડ મેળવશે..

કલ્યાણપુર તાલુકા સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે રહેતા ચંદ્રસિંહ રતુભા જાડેજા નામના 47 વર્ષના યુવાનના પત્નીને આ જ ગામના 30 વર્ષીય વિરમદેવસિંહ કરણુભા જાડેજા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હોય, જે અંગેની જાણ યુવતીના પતિ ચંદ્રસિંહને થઈ ગઈ હતી. આથી ગત બુધવારે ચંદ્રસિંહે વિરમદેવસિંહ જાડેજાને પોતાની વાડીએ બોલાવીને અહીં બોથડ પદાર્થ ઝીંકીને તેની હત્યાની હતી.આ પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવીને ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, અને આ પ્રકરણમાં હત્યા નીપજાવીને નાસી છૂટેલા આરોપી એવા ચંદ્રસિંહ રતુભા જાડેજાની રાવલ વિસ્તારમાંથી અટકાયત કરી લેવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram