Maharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન

 મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે જો સંગઠિત છો તો સુરક્ષિત છો. સમગ્ર મહારાષ્ટ્રના લોકો એક થયા.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રનો સંદેશ છે કે આપણે એક થઈશું તો સુરક્ષિત છીએ. મહારાષ્ટ્ર પીએમ મોદીની સાથે છે. ધ્રુવીકરણનો પ્રયાસ નિષ્ફળ ગયો. અમે સાથે કામ કર્યું. આ એકતાની જીત છે. રાજ્યમાં ફેક નેરેટિવ નિષ્ફળ થયુ. અમે ચક્રવ્યૂહ તોડી નાખ્યો.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમને તમામ સાધુ સંતોના આશીર્વાદ મળ્યા. એકનાથ શિંદે, અજિત પવાર સહિત તમામ નાની પાર્ટીઓની એકજૂટતાની આ જીત છે.  માર્ગદર્શન માટે અમિત શાહ, રાજનાથ, નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ, ગડકરી, પિયુષ ગોયલનો આભાર. અમારા નેતાઓએ માત્ર ભાજપની બેઠકો પર જ નહીં પરંતુ તમામ સહયોગી મિત્રોની બેઠકો પર પણ કામ કર્યું જેના કારણે આ જીત મળી.  હું એક આધુનિક અભિમન્યુ છું, જે ચક્રવ્યુહને કેવી રીતે ભેદવું તે જાણે છે અને મેં તેને ભેદ્યો છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola