Tapi News | લંપટ શિક્ષકની કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો! પોલીસે આરોપી શિક્ષકની કરી ધરપકડ

તાપી જિલ્લાના વાલોડ ગામમાં શિક્ષણ વિભાગને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં વાલોડ ની સ,ગો હાઈસ્કૂલમાં ફરજ બજાવતા લંપટ શિક્ષક દ્વારા ફરિયાદી સહિત 8 થી 10 જેટલી સગીર વયની વિદ્યાર્થીની ઓની છેડતી અને જાતીય સતામણી કરતા પોલીસે લંપટ શિક્ષકને ઝડપી જેલ હવાલે કર્યો છે..

તાપી જિલ્લાના વાલોડ ગામમાં આવેલ સ,ગો હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિજય ડી ચૌધરી વિરૂદ્ધ વિદ્યાર્થીની ઓની જાતીય સતામણી અને છેડતીની ફરિયાદ દાખલ થતાં સમગ્ર તાપી જિલ્લા શિક્ષણ આલમ માં ચકચાર મચી છે.જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી ફરિયાદી સહિત અંદાજિત 10 જેટલી સગીર વયની દીકરીઓ સાથે વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક નોટબુકમા લેશન ચેક કરવાના બહાને અથવા કંઈ વસ્તુ નીચે ફેંકી દઈ ઉઠાવવા ના બહાને તેમજ પગથિયાં પરથી જતી વિદ્યાર્થીનીઓ ના રસ્તામાં આવી જઈ તેમનો રસ્તો રોકી દઈ છેડતી કરતો હતો.બનાવની જાણ દીકરીઓ દ્વારા શાળાના આચાર્ય સહિત પરિવારને કરતા વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બાદમાં વાલોડ પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી નામદાર કોર્ટમાં હાજર કરતા નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.સમગ્ર બનાવને લઈ શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola