Vadodara Rains | વડોદરામાં સતત ચોથા દિવસે સમી સાંજે વરસાદની ધબધબાટી

Continues below advertisement

વડોદરા શહેરના વાતાવરણમાં મોડી સાંજે આવ્યો પલટો. શહેરના છાણી, નિઝામપુરા, ફતેગંજ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, વાઘોડીયા રોડ વિસ્તારમાં વરસાદ... રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન

રવિવારે સાંજે વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરા અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. સમી સાંજે પડી રહેલા વરસાદને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીરી ધારે વરસાદ પડ્યો હતો. શહેરના છાણી, નિઝામપુરા, ફતેગંજ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, વાઘોડિયા રોડ, આજવા રોડ સહિત વિસ્તારમાં વરસાદ  પડ્યો હતો.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

 હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર,રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram