કોરોનાના કારણે જૂનાગઢના આ ગામમાં સ્વયંભૂ લોકડાઉન, જુઓ વીડિયો
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ભાટીયા ગામે કોરોનાના 49 કેસ આવતા ગામ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. ગામમાં કોઈએ બજારના નીકળવું નહિ અને બહારથી કોઈએ આવવું નહિ તેવું બોર્ડ મારવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ ભાટિયા ગામ પહોંચી હતી. આરોગ્ય વિભાગની ટીમે 14 સેમ્પલ લીધા જેમાંથી બે આજે પોઝિટિવ આવ્યા હતા. ગામમાં 49 કેસ આવ્યા બાદ ગામના સરપંચ- ઉપસરપંચ અને આગેવાનોએ સ્વયંભૂ લોકડાઉન કરી દીધું હતુ.