
Surat Murder Case: સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી આત્મહત્યા
સુરત જિલ્લાના ઓલપાડમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ તેની પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરી લીધો હતો. ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘરકંકાસ અને હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સુરતના ઓલપાડ વિસ્તારમાં એક ભયાનક ઘટના બની છે. જ્યાં પતિએ પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઓલપાડ ટાઉનના મોટા હળપતિવાસમાં આ ઘટના વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં બની. ધનસુખ રાઠોડ નામના શખ્સે તેની પત્ની લક્ષ્મી રાઠોડની હત્યા કરી નાખી. પતિએ પત્નીના માથામાં કુહાડીનો ઘા મારીને તેની હત્યા કરી અને પછી પોતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી.
ઓલપાડ પોલીસે હત્યા અને આત્મહત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કયા કારણોસર પતિએ આ ઘટનાને અંજામ આપ્યો તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.