Shravan Month 2024 | શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Shravan Month 2024 | સોમનાથ: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ધોડાપૂર જોવા મળ્યું હતું. શ્રાવણનો સોમવાર શિવ ભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે. શ્રાવણના સોમવારે સોમેશ્વર મતલબ કે સોમનાથ મહાદેવના દર્શન માત્રથી લોકોનાં દુઃખ દૂર થાય છે તેવી માન્યતા છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં સવારે 4 કલાકથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમડી પડ્યા છે. શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને એ પણ સોમવાર જેના કારણે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ સહેલાઈથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. દેશનાં ખૂણે ખૂણેથી શિવ ભક્તો રાતના જ સોમનાથ પહોચ્યા હતા. વહેલી સવારે 4 કલાકે મંદિરના દ્વાર ખુલતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી.