Two BLO Deaths Spark Outrage: SIRનું જીવલેણ ટેન્શન! 3 દિવસમાં BLOની કામગીરી કરતા 2 શિક્ષકના મોત
દેશભરમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી હાલ શિક્ષિકોને સોંપવામાં આવી હોવાથી આ મામલે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેમકે શિક્ષકોને SIRની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે. તો બીજી તરફ શિક્ષિકોનો તણાવ વધ્યાંની પણ એક ચર્ચા ચર્ચાઇ રહી છે. આ દરમિયાન એક ચોંકાવનાર સમાચાર પણ સામે આવ્યા છે. એસઆઇઆરની કામગીરી દરમિયાન 2 શિક્ષકોના મોત થયા છે. આ ઘટનાની સાથે SIRની કામગીરીના કારણે શિક્ષકો પણ બેવડો બોજ વધ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. તણાવ વધતા શિક્ષકએ આત્મઘાતી પગલું ભર્યું હોવાની ધારણા લોકો સેવી રહ્યાં છે. તો બીજી તરફ શિક્ષક વર્ગનો પણ કંઇક આવો જ સૂર છે કે શિક્ષણની સાથે આ કામગીરીની જવાબદારી આવતા શિક્ષકોનો માનસિક તણાવ વધ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવને કારણે આ પગલું ભર્યું હતું.પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે.