
Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચના
અરવલ્લી જિલ્લામાં ખાખીએ શરમજનક કૃત્ય કર્યુ છે, પોલીસ કૉન્સ્ટેબલ જ બૂટલેગર બન્યો અને તેના ઘરમાંથી વિદેશી દારુ ઝડપાયો હતો. આ મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમગ્ર કેસની તપાસમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. ઘટનાની વિગતો એવી છે કે, અરવલ્લી એલસીબીએ ધનસુરાના રહિયોલ ગામમાં દરોડા પાડ્યા હતા. જેમાં સ્થાનિક ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એસલીબીએ કાર્યવાહી કરી હતી. ત્યારે અરવલ્લીમાં પોલીસ કૉન્સ્ટેબલના ઘરે જ દારૂનો જથ્થો મળ્યો હતો.
માહિતી પ્રમાણે, અરવલ્લી પોલીસ કર્મચારીના ઘરે દારૂ મળવાના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં હવે એક્શન લેવાઇ છે એટલે કે આ સમગ્ર કેસ મામલે SITની રચના કરવામાં આવી છે. કેસની તપાસ હવથી SIT કરશે, આ SITની ટીમમાં ASP, LCB PI, SOG PIનો સમાવેશ કરવામાં આવ્યો છે. બૂટલેગર કૉન્સ્ટેબલ વિજય પરમાર હજુ પણ પોલીસ પકડ બહાર છે.