Smart meter in Gujarat| સ્માર્ટ મીટર લગાવ્યાં બાદ આવ્યું 9 લાખ રૂપિયા બિલ, જાણો કેમ છે આટલો વિરોધ

સ્માર્ટ વીજ મીટર લગાવાવને લઇને શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે, સ્થાનિકોની ફરિયાદ છે કે, આ આ મીટરમાં વપરાશથી વધુ બિલ આવે છે વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામુહિક વિરોધ કર્યાં છે. જો કે વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ  રાખ્યું છે. જો કે લોકોના બહોળા વિરોધ બાદ હવે  DGVCL સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે. 15થી 20 દિવસ બંન્ને મીટરનું રિડીંગ તપાસવામાં આવશે. જુના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ  દૂર કરાશે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના ગોરવા વિસ્તારની રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં સ્માર્ટ મિટર લગાવ્યા પછી  9.24 લાખનું  બિલ આવ્યું હતું. આ જ ફ્લેટનું છેલ્લા ઘણા વખતથી દર બે મહિનાનું બિલ એવરેજ 1500 થી 2000 રૂપિયા આવતું હતું. આવી ઘટનાઓ સામે આવતા સ્માર્ટ મીટર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે અને લોક આ મીટર લગાવનો જ વિરોધ કરી રહ્યા છે.                                                                                        

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola