નરેશ કનોડિયાના નિધન પર પુત્ર હિતુ કનોડિયાએ દુખ વ્યક્ત કરતા શું કહ્યું ? જુઓ વીડિયો
ગાંધીનગર: ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. નરેશ કનોડિયાના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ કહ્યું મહેશેભાઈ અને નરેશભાઈ બંનેએ મોત પણ સાથે લીધુ છે. એમના ગીતની એક લાઈન છે સાથે જીવશુ સાથે મરશું. મહેશભાઈ નરેશભાઈ સાથે જીવ્યા સાથે મર્યા, બે ભાઈના પ્રેમની મિસાલ કાયમ કરીને ગયા છે. સમાજ અને કુંટુંબ માટે પ્રેમ અને એક કલાકાર તરીકેની ફરજ તેમણે બજાવી છે.