
Sports assistant News:ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવાને લઈને CMની મંજૂરી, જુઓ વીડિયોમાં
Sports assistant News:ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવાને લઈને CMની મંજૂરી, જુઓ વીડિયોમાં
ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ખેલ સહાયક’ની ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા આ અંગેની મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે ખેલ સહાયકની વય મર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. આ નિર્ણયથી ઘણા યુવાનોને આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની વધુ તક મળશે.
આ અંગેની માહિતી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલ સહાયકની વય મર્યાદામાં 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ વય મર્યાદા 38 વર્ષ હતી, જે હવે વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. મંત્રી કુબેર ડિંડોરે ‘સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0’ કાર્યક્રમ દરમિયાન આ મહત્વની જાહેરાત કરી હતી.