બસમાં ભીડ ના થાય તે માટે ST વિભાગે એકસ્ટ્રા બસો દોડાવવાનો લીધો નિર્ણય, જુઓ વીડિયો

Continues below advertisement
એસટી બસમાં પેસેન્જર્સની પડાપડી ના થાય તે માટે 4 મહાનગરોમાં એસટી નિગમે એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. 4 મહાનગરપાલિકામાં રાત્રી કર્ફ્યૂ અંગે એસટી નિગમે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.પેસેંજરોને બેસવા માટે પડાપડી ન કરવા એસટી નિગમે અપીલ કરી છે. મુસાફરોને શહેરના નજીકથી બસો મળી રહે માટે બાયપાસ પીક અપ પોઇન્ટ નક્કી કરાયા છે. રાત્રી કર્ફ્યૂમાં પણ એસટી નિગમના કર્મચારીઓ નક્કી કરાયેલા પીકઅપ પોઇન્ટ પર સ્ટેન્ડ બાય રહેશે.જેમાં અમદાવાદના સનાથલ ચોકડી,એક્સપ્રેસ હાઇવે ,અસલાલી,હથીજન સર્કલ,અડાલજ ચોકડી,કોબ સર્કલથી બાયપાસ જતી બસ મળશે. રાત્રી કર્ફ્યૂને લઇ અમદાવાદ આવતી 450 બસો બંધ રહેશે જયારે રાજકોટમાં 378 ,વડોદરા 531 ,સુરતમાં 395 બસો બંધ રહેવાની છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram