આજથી ટેકાના ભાવે મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો પ્રારંભ, જાણો ક્યાં સુધી ચાલશે?
રાજ્યમાં મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. આજથી શરૂ થયેલ ખરીદીની પ્રક્રિયા 30 જાન્યુઆરી-2021 સુધી ચાલશે.મગ, અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા ૧૨ ઓક્ટોબરથી શરૂ થઈ હતી. રાજ્યમાં 71 કેન્દ્રો પર મગની ખરીદી થશે.જ્યારે 80 કેન્દ્રોમાં અડદ અને 60 કેન્દ્રોમાં સોયાબીનની ખરીદી થશે.આ ચોમાસુ સિઝન માટે મગના ટેકાના ભાવ 7 હજાર 196 રૂપિયા પ્રતિ ક્વિંટલ, અડદના ભાવ 6 હજાર રૂપિયા પ્રતિ ક્વિંટલ અને સોયાબીનના ભાવ 3 હજાર 880 રૂપિયા પ્રતિ ક્વિંટલ નક્કી કરવામાં આવ્યા છે.