Shardiya Navratri 2025: શારદીય નવરાત્રીનો પ્રારંભ, ઘરે બેઠા કરો આદ્યશક્તિનાં સીધા દર્શન
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો. ઘટ સ્થાપન સાથે આજથી નવે નવ દિવસ શક્તિના દેવીની ભક્તિમાં લોકો લીન બનશે..સવારથી જ પાવાગઢ, અંબાજી, ચોટીલા, માતાનામઢ સહિતના સ્થળે ભક્તોની ભીડ જોવા મળી. મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવવા સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા..અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું. મંદિરના કપાટ ખુલતા જ માતાજીના દર્શન માટે ભક્તો આતુર જોવા મળ્યા. ચાંચર ચોક જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું..આવો જ ભક્તિભાવ ભર્યો માહોલ પાવાગઢમાં પણ જોવા મળ્યો. મહાકાળી માતાના દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો નજરે પડ્યો. માતાજીની આરતી અને પૂજા સાથે આસો નવરાત્રીનો પ્રારંભ થયો..ન માત્ર ગુજરાત પરંતુ, રાજસ્થાન મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તોએ નવરાત્રિના પહેલા દિવસે મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી.. અમદાવાદના નગરદેવી ગણાતા ભદ્રકાળી મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી..નવરાત્રિને ધ્યાને રાખી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી.તો,કચ્છના માતાના મઢ ખાતે બિરાજમાન દેશ દેવી મા આશાપુરા મંદિરમાં પણ ઘટ સ્થાપન સાથે વિધિવત રીતે નવરાત્રિનો પ્રારંભ થયો..કચ્છ જિલ્લા ઉપરાંત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી પદયાત્રીઓ મા આશાપુરા ચરણોમાં શિશ ઝૂકાવવા પહોંચી રહ્યા છે.