Botad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવી
છેલ્લા એક વર્ષથી આ બંને શખ્સો ઘર પર અવારનવાર પથ્થરમારો કરે છે. અગાઉ પોલીસ ફરિયાદ કરી હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ. હિતેશભાઈએ દાવો કર્યો કે, આરોપીઓને જે પૈસા આપવાના થતાં હતા. તે આપી દીધા હોવા છતાં તેઓ ખંડણી માગી રહ્યા છે. ખંડણી ન આપતા પથ્થરમારો કરી રહ્યા છે. આ તરફ પોલીસનું કહેવું છે કે, આરોપીઓ સામે કાર્યવાહી કરાશે..
બોટાદ ના નામાંકિત બિલ્ડર હિતેશ ગોરેચા ના ઘરે અસામાજિક તત્વ દ્રારા કરાયો પથ્થરમારો. જાવેદ કુરેશી અને હેમુ મકવાણા સહિત અન્ય અજાણ્યા વ્યક્તિ દ્રારા પથ્થરમારો કરાયો હોવાનું પરિવાર નું નિવેદન. પરિવાર દ્રારા ખંડણી નહિ આપતા કરાય છે પથ્થરમારો તો પોલીસ દ્રારા અગાવ ની રૂપિયા ની લેતી દેતી બાબતે બોલાચાલી હોવાનું આપ્યું નિવેદન. ફરિયાદી દ્રારા આરોપી વિરુદ્ધ અગાવ પણ ફરિયાદ નોંધાવેલ જેના પગલે પોલીસ દ્રારા કરવામાં આવી હતી કામગીરી હાલ ની ફરિયાદ માં પણ આરોપી ને ઝડપી કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ પ્રયત્નશીલ હોવાનું ડી.વાય.એસ. પી. નું નિવેદન.તો પરિવાર દ્રારા વારંવાર આવી ઘટના ને લઈ સામુહિક આત્મ હત્યા કરવાની આપી ચીમકી.