Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?

રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45.5 અને કંડલામાં 45.4 ડિગ્રી સુધી પહોંચતા લોકો તોબા પોકારી ઉઠ્યા. આ ઉપરાંત અમરેલીમાં 44.3 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, ડીસામાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં સુકુ હવામાન પ્રવર્તી રહ્યું છે..જેના કારણે કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના હાલ કોઈ સંકેત નથી. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, વડોદરા, સુરત અને વડોદરામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. જ્યારે રાજકોટ, અમરેલી, દ્વારકા, અને બોટાદમાં પણ ગરમી ભૂક્કા બોલાવશે. આગ ઝરતી ગરમીના કારણે લોકો બપોરે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે ભરચક રહેતા વિસ્તારોમાં પણ ટ્રાફિક નહિવત હતો..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola