Surat: ભાજપ સાંસદને કાર્યકરે જાહેરમાં ખખડાવ્યાઃ ધારાસભ્ય દેખાતો નથી, નેતાઓના ફોન નથી આવતા ત્યારે અમારે મરી જવાનું ?
સુરતમાં સાંસદ પ્રભુ વસાવાનો લોકોએ વિરોધ કર્યો હતો. પુનાગામ ખાતે આવેલ આઇસોલેટ સેન્ટરમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા પ્રભુ વસાવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બારડોલીના સાંસદ પ્રભુ વસાવા આઇસોલેટ સેન્ટરની મુલાકાત લેવા ગયા તે દરમિયાન વિરોધ કરાયો હતો. બીજી તરફ કોરોના કાળમાં પણ નેતાઓના કાર્યક્રમો અને ફોટો સેશનના રાજકીય તાયફાઓ યથાવત છે. ધારીના ભાજપના ધારાસભ્ય જે.વી કાકડીયાની હાજરીમાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ધારાસભ્ય સહિતના કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.