સુરત અપડાઉન કરતા હજારો મુસાફરો માટે સારા સમાચાર, આજથી સુરત-વલસાડ મેમુ ટ્રેન થશે શરુ
વલસાડથી સુરત અપડાઉન કરતા હજારો મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. મુંબઇ ડીવીઝન દ્વારા આજ થી સુરત વલસાડ મેમુ ટ્રેન દોડાવાનો નિર્ણય કરાયો છે. દસ મહિના બાદ આજ થી ફરી થી સુરત-વલસાડ મેમુ ટ્રેન દોડશે, રોજીંદા નોકરી માટે અપડાઉન કરતા હજારો મુસાફરોને રાહત મળશે.