ડાંગનાં લહાનચર્યા ગામે ‘બોલતી કાબરે’ સર્જ્યું કુતુહલ, બાળકો જોડે રોજ શાળામાં આવે છે અને વાતો કરે છે
Continues below advertisement
ડાંગ જિલ્લાનાં લહાનચર્યા ગામે બોલતી કાબર માધ્યમિક શાળાની સભ્ય બની છે. બાળકો જોડે શાળામાં રોજ આવતી આ કાબરે કુતુહલ સર્જ્યું છે. પ્રકૃતિ પ્રેમી શાળાના શિક્ષકો અને બાળકો જોડે કાબરની મિત્રતા લોકોમાં ચર્ચાનો વિષય છે. લહાનચર્યા ગામનાં પ્રકૃતિપ્રેમી વિદ્યાર્થીના ઘરે નાનપણથી કાબર આવતી હોવાથી બન્ને વચ્ચે મિત્રતાનાં સંબધો બધાંયા છે. કાબર બોલે તે સૌ કોઈને નવાઈ લાગે પરંતુ લહાનચર્યા ગામે વસવાટ કરતી શરૂ નામની કાબર બોલે છે ગામનાં દરેક લોકો જોડે વાતો કરે છે ખાસ કરીને નાના બાળકો અને શાળાનાં વિદ્યાર્થીઓ જોડે આ કાબર મિત્રની જેમ વાતો કરે છે.
Continues below advertisement