પંચમહાલમાં દીપડાનો આતંક, દીપડાને ઝડપવા મુકાયેલા પાંજરામાં બકરીનું મારણ કરી થયો ફરાર
પંચમહાલ: ઘોઘંબાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આતંકથી લોકોના ભયનો માહોલ છે. ત્યારે બીજી બાજુ દીપડાને શોધતા વન વિભાગ ટીમની ફરી ગંભીર બેદરકારી સામે આવી છે. દીપડાને ઝડપવા માટે ગોયાસુંડલ ગામના જંગલ વિસ્તારમાં મુકવામાં આવેલા પાંજરામાં બકરી મારણ કરી દિપડો ફરાર થઈ ગયો હતો. દિપડો બકરીનું મારણ કરવા પાંજરાની અંદર ઘૂસ્યો તો ખરો પણ પાંજરાનો દરવાજો બંધ થયો ન હતો. વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરાની ગુણવત્તા હીન હોવાનું બહાર આવ્યું છે. આ પહેલા પણ પાંજરાનો દરવાજો બંધ ન થતા દીપડો મારણની મેજબાની કરી ફરાર થયો હતો.