ગીર સોમનાથના કોડિનારના ગુમ થયેલા આર્મીમેન અજીતસિંહ પરમારનો મળ્યો મૃતદેહ
સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા આર્મીમેન અજીતસિંહ પરમારનો મૃતદેહ મળ્યો છે. બિહારથી દિવાળીની રજા માણવા અજીતસિંહ પરમાર ઘરે આવી રહ્યા હતા. બિહારથી દિલ્હી અને દિલ્હીથી વડોદરા ટ્રેનમા આવી રહેલા આર્મી મેન ટ્રેનમાં ગુમ થયા હતા. વડોદરા સ્ટેશન ને બદલે આર્મી મેનનો મુંબઈ સ્ટેશન પરથી ફકત સામાન મળી આવતા પરિવાર ચિંતામાં મુકાયા હતા. અજીતસિંહ ગીર સોમનાથના કોડીનારના રહેવાસી છે.