અમદાવાદઃ VS હોસ્પિટલની ઘોર બેદરકારી, કોલ્ડ સ્ટોરેજમાં મુકાયેલો મહિલાનો મૃતદેહ બદલાયો હોવાની થઇ પુષ્ટી
Continues below advertisement
અમદાવાદની વી.એસ હૉસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. કોલ્ડ સ્ટેરેજમાં રખાયેલ મૃતદેહ બદલાયેલ હોવાનું સામે આવતા વધુ એકવાર વી.એસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. 65 વર્ષીય લેખાબેનનું 11 તારીખે મૃત્યુ થતા કોલ્ડ સ્ટોરેજમા તેમનો મૃતદેહ રખાયો હતો. પરંતુ કેનેડાથી પરત ફરેલ તેમનો પુત્ર અને પરિજનો જ્યારે મૃતદેહ લેવા પહોચ્યા ત્યારે મૃતદેહ ગાયબ હતો. જેને લઈ પરિજનોએ હૉસ્પિટલના સત્તાધિશો સામે સવાલ ઉઠાવ્યા હતા. આરોપ લગાવ્યો હતો કે હૉસ્પિટલના સત્તાધિશો યોગ્ય જવાબ આપી રહ્યા નથી. જે બાદ ખુલાસો થયો છે કે હૉસ્પિટલના બેદરકારીના કારણે મૃતદેહ બદલાયો છે.
Continues below advertisement