ગુજરાતના વધુ એક શહેરમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ નોંધાતા ખળભળાટ
બ્રિટનમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વાયરસની અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ એન્ટ્રી થઈ છે. વડોદરામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો છે. બ્રિટનથી પરત ફરેલા 27 વર્ષના યુવકને કોરોનાનો નવો સ્ટ્રેન થયો હોવાનું સામે આવ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાંથી રિપોર્ટ પોઝિટિવ હોવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં સંક્રમિત યુવક ગોત્રી હોસ્પિટલમાં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. બીજી બાજુ કોરોનાનો નવો સ્ટ્રેન મળતાં યુવકના સંપર્કમાં આવનાર લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ પહેલા કોરોનાના નવા વાયરસની અમદાવાદ શહેરમાં એન્ટ્રી થઈ હતી. બ્રિટનથી આવેલા ચાર દર્દીઓમાં નવો વાયરસ મળી આવ્યો હતો.