'સરખી વાત કર મારી આગળ અમને શું સમજે છે તું', વાગરાના મામલતદારે વેપારીને લાફો ઝીંક્યો
Continues below advertisement
કોરોનાના વધી રહેલાં કેસોના કારણે સરકારે લોકોને માસ્ક ફરજિયાત પહેરવા આદેશ કર્યો છે અને આ આદેશનું પાલન કરાવવાની જવાબદારી અધિકારીઓ તેમજ કર્મચારીઓના માથે નાંખવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મામલતદાર તેમની ટીમ સાથે દુકાનોમાં ચેકિંગ માટે નીકળ્યાં હતાં. ચેકિંગ દરમિયાન મામલતદાર એક દુકાનમાં પહોંચે છે અને વેપારીની પૂછપરછ કરે છે. વેપારીએ માસ્ક પહેર્યું હોવા છતાં મામલતદાર કોઇ વાતે ગુસ્સે થઇ ગયાં અને વેપારીને સણસણતો તમાચો મારી દીધો.
Continues below advertisement