આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ વીડિયો
હવામાન વિભાગે (Meteorological Department) આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની (Rainfall) આગાહી (Forecast) કરી છે. તો અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે. સૌરાષ્ટ્રના દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.. સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે.