રાજ્ય સરકારે સરકારી કર્મચારી માટે મોંઘવારી ભથ્થાામાં 3% વધારો કર્યો, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત સ્થાપના દિવસ પર રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કર્યો છે. રાજ્યના 9.38 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે. આ મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2021ની અસરથી આપવામાં આવશે.
ગુજરાતના સ્થાપના દિવસે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે આપી મોટી ભેટ આપી છે. ભૂપેંદ્ર પટેલની સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. આ વધારો પહેલી જૂલાઈ 2021થી અમલી ગણાશે. જેથી કર્મચારીઓને દસ મહિનાનું એરિયર્સ બે હપ્તામાં ચુકવાશે. પહેલો હપ્તો મે 2022 અને બીજો હપ્તો જૂન 2022ના ચુકવાશે. સરકારના આ નિર્ણયથી સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનરો મળી 9.38 લાખ લોકોને ફાયદો થશે. મોંઘવારી ભથ્થાના વધારાના કારણે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1 હજાર 217 કરોડનો બોજો પડશે.