નીતિન પટેલની ચીમકી છતાં ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ બીજા દિવસે પણ યથાવત
Continues below advertisement
રાજ્યમાં ઈન્ટર્ન તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ છે. અમદાવાદ,રાજકોટ,સુરત, વડોદરા સહિતના શહેરોમાં ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. તો રાજકોટની સરકારી હોસ્પિટલમાં 170 ડોક્ટરો હડતાળ જોડાયા છે .પી.ડી.યુ મેડીકલ કોલેજ પાસે ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. સ્ટાઈપેન્ડ વધારા સહિતની ત્રણ માંગણીઓના સંતોષાતા રાજયના બે હજાર ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. નીતિન પટેલે ડોક્ટરોની આ હડતાળને અયોગ્ય ગણાવી હતી.
Continues below advertisement