સોમનાથના આ ખેડૂત છે અનોખા પુસ્તકપ્રેમી, ઘર બની ગયું છે પુસ્તકાલય
ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના આંબાવડ ગામમાં રહેતા 75 વર્ષના ખેડૂત ઉકાભાઈ વઘાસિયાને વાંચવાનો ખૂબ શોખ છે. તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેમણે અત્યાર સુધી સાત હજાર અલગ અલગ પુસ્તકો વાંચી છે. તેમની પાસે એટલા પુસ્તકો છે કે તેમનું ઘર એક લાઇબ્રેરી બની ગયું છે.