બનાસકાંઠાના ત્રણ શખ્સો ગેરકાયદેસર સોના-ચાંદી-હીરા લઇ જતા ઝડપાયા
બનાસકાંઠાના ત્રણ શખ્સો ગેરકાયદેસર સોના,ચાંદી ,હીરા સાથે ઝડપાયા હતા. રાજસ્થાનના પિંડવાડા પાસેથી ગેરકાયદેસર સોનુ,ચાંદી,હીરાનો જથ્થો ઝડપાયો હતો. આરોપીઓ આગ્રાથી અમદાવાદ કિંમતી ધાતુનો જથ્થો લાવી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજિત ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.