Gujarat Rain: ગુજરાતના બે જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , જુઓ અહેવાલ

Gujarat Rain: ગુજરાતના બે જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , જુઓ અહેવાલ 

લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મુકીને વરસ્યા વલસાડ જિલ્લામાં.....  આજે સવારથી વલસાડ વલસાડ સહિત જિલ્લાના વાપી, ધરમપુર ,પારડી અને ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.. લાંબા વિરામ બાદના સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે... તો ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે... વલસાડમાં અત્યાર સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે રેલવે ગરનાળું આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 

દક્ષિણ ગુજરાતના વલસાડ-નવસારીમાં વરસાદી માહોલ. નવસારીના ગણદેવી તાલુકામાં સવારથી જ વરસાદ. અમલસાડ, સરીબુજરંગ સહિતના ગામોમાં વરસાદ. આજે હળવાથી મધ્યમ વરસાદની છે આગાહી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola