LRD માટે અરજી કરવાનો આજે અંતિમ દિવસ, અત્યાર સુધી કેટલી અરજી કરાઈ કન્ફોર્મ?
લોક રક્ષક દળ માટે અરજી કરવા માટે આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે. અત્યાર સુધીમાં 11 લાખ 13 હજાર 251 અરજીઓ આવી છે. 1થી 10 ડિસેમ્બર વચ્ચે શારિરીક કસોટી લેવાઈ શકે તેમ છે.