Botad Rain | બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદનો પ્રારંભ, જુઓ અહેવાલ

Continues below advertisement

બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદની શરૂઆત.  પાડિયાદ, બોડી, પીપરડી સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. બોટાદ શહેરના પાડયાદ રોડ, ટાવર રોડ, હવેલી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. બોટાદમાં વરસાદી માહોલ છવાલો જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. પાછોતરા વરસાદથી ખેતીના પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. 

ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી વરસાદે (rain)વિરામ લીધો છે પરંતુ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ શકે છે. હવામાન વિભાગના(Meteorological Department,) મોડલ મુજબ બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશ સર્જાયા છે. જેની અસરથી ગુજરાતમાં ફરી એક વરસાદનો  રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગના મોડલ મુજબ હાલ બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સિસ્ટમ આકાર પામી છે. આ સિસ્ટમ આવતી કાલે એટલે કે 25 સપ્ટેમ્બરે લો પ્રેશર એરિયામાં ફેરવાઇ શકે છે. જેના કારણે ફરી ગુજરાતમાં વરસાદ (rain) મોહાલ જામશે. હવામાન વિભાગના (Meteorological Department) અનુમાન મુજબ જો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં 25થી સપ્ટેમ્બરના અંત સુધી વરસાદનું અનુમાન છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram