Banaskantha Accident | બનાસકાંઠામાં બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 શિક્ષકોના મોત
હરેશ કણઝરીયા
Updated at:
24 Sep 2024 09:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં થયેલા ભયાનક અકસ્માતમાં બે શિક્ષકોના મોત નીપજ્યા છે. બનાસકાંઠાના પાલનપુરના ખોડલા નજીક બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઈક સવાર બે શિક્ષકોના મોત નીપજ્યા. આદર્શ અને કુંવરબા હાઈસ્કૂલના આ બે શિક્ષકો ગઢ ગામે જતા સમયે અકસ્માતનો ભોગ બન્યા. ખોડલા નજીક બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકનો પૂરો ભાંગી પડ્યો અને બાઈક આખે આખું બસની નીચે જતું રહ્યું. આ અકસ્માતમાં બે શિક્ષકોના મોત નીપજ્યા. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, ગઈ કાલે અકસ્માતમાં એક શિક્ષકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય શિક્ષકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બંને શિક્ષકો બાઈક પર જતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેના મોત થતાં શોકની લાગણી ફરી વળી છે.