Gujarat Rain Forecast | આજે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ | ABP Asmita

Continues below advertisement

Gujarat Rain Forecast: હવામાન વિભાગની (Meteorological Department,) આગાહી (Forecast) મુજબ આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદ (rain) વરસી શકે છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયાસ્થલો પર ભારે વરસાદનું  (rain)અનુમાન છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે  યલો એલર્ટ આપ્યું છે. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર ઝરમર વરસાદ  વરસી શકે છે.

આવતીકાલથી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાંવધુ એક વરસાદનો  રાઉન્ડ શરૂ થશે. ચાર દિવસ દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. 25 સપ્ટેમ્બરે  દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી  છે.  હવાન વિભાગે વરસાદની આગાહીના પગલે વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો તો સુરત, તાપી,નવસારી,ડાંગમાં પણ  ભારે વરસાદનું અનુમાન છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram