પંચમહાલના ઘોઘંબામાં દીપડાને પકડવામાં વન વિભાગની ગંભીર બેદરકારીના અહેવાલ બાદ ઉચ્ચ અધિકારીઓ આવ્યા હરકતમાં
Continues below advertisement
પંચમહાલ: ઘોઘંબાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે. દીપડાને પકડવા માટે વન વિભાગ ટીમની ફરી ગંભીર બેદરકારી સામે આવી છે. દીપડાને ઝડપવા માટે ગોયાસુંડલ ગામના જંગલ વિસ્તારમાં મુકવામાં આવેલા પાંજરામાં બકરી મારણ કરી દિપડો ફરાર થઈ ગયો હતો. દિપડો બકરીનું મારણ કરવા પાંજરાની અંદર ઘૂસ્યો તો ખરો પણ પાંજરાનો દરવાજો બંધ ન થતા દિપડો ફરાર થઈ ગયો હતો. એવામાં વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરા ગુણવત્તાહીન હોવાનું બહાર આવ્યું છે. ગંભીર બેદરકારીને લઇ વન વિભાગ ના અધિકારી એમ એલ મીના બચાવ માં ઉતરી આવ્યા હતા અને ઉડાવ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દીપડો વાઈલ્ડ એનિમલ છે મારણ કરી ચાલ્યો જશે અમે તેને પકડવાની બાંહેધરી નથી લેતા. આ પ્રકાર ની પહેલા કોઈ ઘટના બની ન હોવાનું પણ અધિકારીએ રટણ કર્યું હતું
Continues below advertisement