સાબરકાંઠા: ઈડર શહેર 15 દિવસ માટે બપોરે 4 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ રાખવાનો વેપારીઓનો નિર્ણય
દિવાળીના તહેવાર બાદ સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માં કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે જિલ્લાના બે શહેરો સ્વંયભુ બંધ પાળ્યો છે પ્રાંતિજ શહેર બાદ ઇડર શહેર ના વેપારીઓએ પાલિકા અને પ્રાંત અધિકારી સાથે બેઠક યોજી સ્વંયભુ સાંજે 4 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વેપારીયો અને સ્થાનિકો ના સ્વસ્થને ધ્યાને લઇ અને કોરોના ચેન તોડવા માટે વેપારીઓ એ નિર્ણય લીધો છે. ઇડર શહેર આજથી 15 દિવસ માટે બપોરે 4 વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે. કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો હતો.