ABP News

Bharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડ

Continues below advertisement

ભરુચમાં જાહેર માર્ગો પર જોખમી સ્ટંટ કરતા બાઈકર્સનો વીડિયો થયો વાયરલ. જોખમી સ્ટંટ કરી બાઈકર્સે રસ્તો લીધો બાનમાં. વીડિયો વાયરલ થતા  ભરુચ પોલીસ એક્શનમાં આવી. જોખમી સ્ટંટ કરનાર શખ્સોની શાન લવાઈ ઠેકાણે.

ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરીને પોતાની સાથે અન્યોના જીવ જોખમમાં મુકનાર તત્વોને ભરૂચ પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. અંકલેશ્વરમાં જાહેરમાં સ્ટંટ કરી અથવા બેફામ વાહન હંકારી અન્યોના જીવને જોખમ ઉભું કરનાર 10 શખ્સો સામે કરવામાં આવી કાર્યવાહી. 10માંથી ત્રણ સગીર હોવાનું આવ્યું સામે. વિડીયો વાયરલ થયો હતો જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસે માફી પણ મગાવી. 

બનાસકાંઠાના પાલનપુર પાસેનું વાસણ ગામ. જ્યાં અચાનક દીપડો ત્રાટકતા મચી ગઈ નાસભાગ. દીપડાએ એક બાળકી અને એક યુવક પર કર્યો હુમલો. હુમલામાં 6 વર્ષની બાળકીને ગળાના ભાગે ઈજા થઈ.. તો યુવકને હાથના ભાગે ઈજા થઈ. બંનેને સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે. આશરે 5 કલાક સુધી દીપડાએ ગામને જાણે બાનમાં લીધું. બાળકી અને યુવક પર હુમલો કર્યા બાદ દીપડો એક ખેતરના ઢાળિયામાં ઘૂસ્યો. આ સમયે લોકોએ દરવાજો બંધ કરી દેતા અંદર જ પૂરાઈ રહ્યો... ત્યારબાદ ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતાં વનવિભાગની ટીમ દોડી આવી અને દીપડાને બેહોશ કર્યા બાદ પાંજરે પૂરીને લઈ જવાયો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram