Train Incident | અમદાવાદ-મુંબઇ ડબલ ડેકર ટ્રેનના 6 ડબ્બા છૂટા પડ્યા, મુસાફર અટવાયા Watch Video

Continues below advertisement

દેશમાં એક પછી એક ટ્રેન એક્સિડેન્ટની ઘટનાઓ સામે આવી રહી છે. આજે આવી જ એક ઘટના ગુજરાતમાંથી સામે આવી છે. ગુજરાતમાં સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેનમાં છ ડબ્બા છુટી પડી જતાં મુસાફરો અટવાયા હતા. ખરેખરમાં, ઘટના એવી છે કે, આજે સવારે 8.30 વાગ્યાની આસપાસ અમદાવાદ-મુંબઈ વચ્ચેથી એક એક ડબલ ડેકર ટ્રેન પસાર થઇ રહી હતી. જોકે, આ સમયે સુરતના ગોઠણ નજીક અકસ્માત નડ્યો હતો. સુરતના ગોઠણ અને કુદસદ વચ્ચે ટ્રેનના ડબ્બા છુટા પડી ગયા હતા. ટ્રેનના ડબ્બા છુટા પડતા મુસાફરો અટવાયા હતા. દૂર્ઘટનામાં ટ્રેનના છ ડબ્બા ગોઠણ પર રહી ગયા હતા અને ટ્રેનના છ ડબ્બા આગળ નીકળી ગયા હતા. પરંતુ જ્યારે ટ્રેનમાં AC બંધ થયુ ત્યારે મુસાફરોને ડબ્બા છુટા પડવાની જાણ થઇ હતી. ગોઠણ પર રહેલા ડબ્બાના યાત્રિકો ફસાયા હતા. સદનસીબે કોઇને જાનહાનિ થઇ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram