સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ મધ્યગીર જંગલમાં આવેલુ તુલસીશ્યામ મંદિર ભક્તો માટે ખુલશે, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ મધ્યગીર જંગલ (forest)માં આવેલુ તુલસીશ્યામ મંદિર ભક્તો માટે ખુલશે. આવતી કાલથી મંદિર(Temple)ખુલશે. કોરોનાના કારણે મંદિર ભક્તો માટે સંપૂર્ણ બંધ કરી દેવાયુ હતું. ટ્રસ્ટીઓ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને ટ્રસ્ટી પ્રતાપભાઈ વરુ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર ખોલવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સરકારની કોવિડ-19(Covid19)ની ગાઈડલાઈનનું ભક્તોએ પાલન કરવુ પડશે.