Vadodara માં 163 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે લોકો ઝડપાયા, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત ATS અને વડોદરા SOGએ સંયુક્ત ઓપરેશન કરી ઈન્દોરથી વડોદરા એમડી ડ્રગ્સ આપવા આવેલા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઈંદોરના રહેવાસી અમાન શેખ અને મોહમ્મદ રીઝવાન નામના શખ્સો ઈન્દોરના સપ્લાયર આમીરખાન લાલા પાસેથી 163 ગ્રામ એમડી ડ્રગ્સ લઈ વડોદરા સપ્લાય કરવા આવ્યા હતા. વડોદરામાં લાલ ટીશર્ટ અને કાળી ટોપી પહેરેલા એક શખ્સને આ જથ્થો આપવાનો હતો.જો કે, જથ્થાની સપ્લાય કરે તે પહેલા જ ATS અને SOGની ટીમે બંને ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડ્યા હતા.
Continues below advertisement