સોમનાથ મંદિરને આવતીકાલે બે એવોર્ડ અર્પણ કરાશે, જુઓ વીડિયો
મહાશિવરાત્રીના પર્વ પર વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરના સોમનાથ ટ્રસ્ટને વધુ એક સન્માન મળવા જઈ રહ્યું છે. મહાશિવરાત્રીના મહાપર્વ સોમનાથમાં બે એવોર્ડ અર્પણ કરવામાં આવશે. USAના ન્યૂજર્સીની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇજેશન સોમનાથ ટ્રસ્ટને આ બે એવોર્ડ અર્પણ કરાશે. સોમનાથ ટ્રસ્ટને એવોર્ડ સાથે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમારને બીજો એવોર્ડ એનાયત કરાશે. ન્યૂજર્સીની આ સંસ્થાના અધિકૃત લોકો વડોદરાથી આ એવોર્ડ આપવા સોમનાથ પહોંચશે.