Bhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગ
Continues below advertisement
કુનરીયા ગામની શાળાના બાળકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે અને દેશના વડાપ્રધાનને પત્ર લખી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે.
ભુજના કુનરીયા ગામના વિદ્યાર્થીઓની અનોખી પહેલ કરી છે.. કુનરીયા ગામના વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે..દેશ માટે એક મહત્વપૂર્ણ આગવી પગેલ કરતા વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો.. જેમાં વિદ્યાર્થીઓએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર દેશવ્યાપી પ્રતિબંધ લાદવાની વિનંતી કરી છે.. સાથે જ મોર્ડન ટેક્નોલોજીના પ્રભાવ સાથે સ્ક્રીન ટાઈમમાં વધારાથી બાળકોના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસ પર માઠી અસર થતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો..
Continues below advertisement