Rajkot Accident Case: રાજકોટ સિટી બસ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
રાજકોટના રેલનગરમાં ગુરૂવારની સાંજે સિટી બસના ડ્રાઈવરને હાર્ટ અટેક આવતા અકસ્માત સર્જાયો. જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. સિટી બસના ડ્રાઈવરની ઉંમર 66 વર્ષથી વધુની હતી.
રાજકોટના રેલનગરમાં ગુરૂવારની સાંજે સિટી બસના ડ્રાઈવરને હાર્ટ અટેક આવતા અકસ્માત સર્જાયો. જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. સિટી બસના ડ્રાઈવરની ઉંમર 66 વર્ષથી વધુની હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટરે તેને નોકરી પર રાખ્યો હતો. સમગ્ર મામલે મનપાનું કહેવું છે કે, સિટી બસના કોન્ટ્રાક્ટમાં વય મર્યાદાના નિયમની કોઈ જોગવાઈ નથી. પરંતુ હવે પછીના કોન્ટ્રાક્ટમાં આ પ્રકારની જોગવાઈ કરાશે. સિટી બસનો કોન્ટ્રક્ટ મારુતિ ટ્રાંસપોર્ટ નામની એજન્સી પાસે છે. 100માંથી 24 ડ્રાઈવરની ઉંમર 58 વર્ષથી વધુની છે, જેમાંથી મોટા ભાગના ડ્રાઈવર ST વિભાગના નિવૃત્ત કર્મચારી છે.. મારુતિ ટ્રાંસપોર્ટના મેનેજરે પણ દાવો કર્યો કે, કોન્ટ્રાક્ટમાં ક્યાંય પણ ડ્રાઈવરની વયમર્યાદાનો ઉલ્લેખ નથી.