ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ, માવઠાથી ખેડૂતોમાં ચિંતા
Continues below advertisement
ડાંગ જિલ્લાના સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ જામ્યો હતો. ગિરિમથક સાપુતારા ખાતે કમોસમી વરસાદ વરસતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે બીજી તરફ આ માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. વરસાદી વાતાવરણને લઈ સહેલાણીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement