
Gir Somnath News | 'યુવાનો વ્યસન છોડે, યુવતીઓ ફેશન છોડે': વજુભાઈ વાળાની રાજપૂત સમાજ યુવાનોને અપીલ
Continues below advertisement
વેરાવળ પાસેના ખંઢેરી ગામે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું... ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સંમેલનમાં જનમેદની ઉમટી. જનમેદનીને સંબોધતા વજુભાઈ વાળાએ રાજપૂત સમાજના યુવાનોને અપીલ કરી કે તેઓ વ્યસન છોડે અને યુવતીઓ ફેશન છોડે.. સુરેન્દ્રનગરના વસ્તડી ગામે 120 કરોડના ખર્ચે મા ભવાનીનું મંદિર નિર્માણ પાણી રહ્યું છે.. જેના ફાળાના લાભાર્થે આ મહાસંમેલનનું આયોજન કરાયું હતું. મા ભવાનીના મંદિરની સાથે શૈક્ષણિક સંકુલ. હોસ્પિટલ અને ગેસ્ટ હાઉસ પણ નિર્માણ પામી રહ્યા છે. આ અવસરે પૂર્વ મંત્રી જશાભાઈ બારડે માગ કરી કે, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં રાજપૂત સમાજની વસ્તી વધારે છે. જેથી ટ્રસ્ટી મંડળમાં અહીંના યુવાનોને પણ સ્થાન આપવામાં આવે.
Continues below advertisement