Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

Continues below advertisement

વલસાડમાં ભારે વરસાદ વચ્ચે એક એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે... શહેરના રામવાડી ખાતે આવેલા રામ એપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો.... સદનસીબે સ્લેબ પડતી વખતે કોઈ નીચે ન હોવાથી જાનહાનિ થઈ નથી... હાલ તો સલામતીના ભાગરૂપે સ્થાનિકોએ અહીંથી લોકોની અવર-જવર માટે રસ્તો બંધ કરાવી દીધો છે...

વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત વરસાદ ને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત છે .ઉમરગામમાં ભારે વરસાદથી સ્ટેશન રોડ પર કેટલીક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા હતા .તો સંજાણ માં પણ ચાર રસ્તા અને બ્રિજ નજીક રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. અતિ રાહદારીઓને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો .હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram