હવે રાજ્યમાં કેટલા KM કરતા વધુની સ્પીડથી વાહન નહીં ચલાવી શકાય, જાણો કોણે આપ્યો આદેશ?
વાહન વ્યવહાર વિભાગે ગતિ મર્યાદાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત હવે રાજયમાં 120 ની ગતિ કરતા વધુ સ્પીડથી વાહન નહીં ચલાવી શકાય. અલગ અલગ વાહનોનાં પ્રકાર અને અલગ અલગ હાઇવે પ્રમાણે સ્પીડ લિમિટ પણ નક્કી કરી દેવાઈ છે. એક્સપ્રેસ હાઇવે પર 120, નેશનલ હાઇવે પર 100, સ્ટેટ હાઇવે પર 80, મ્યુનિસિપલ શહેરી વિસ્તારમાં 65 અને ગ્રામ્ય વિસ્તારના માર્ગ પર 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડ઼પે ગાડી ચલાવી તો સમજો મેમો ફાટવાનું નક્કી છે.