Dharmendra Passes Away: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા. "હી-મેન" તરીકે જાણીતા આ અભિનેતાના નિધનથી દેશભરમાં શોકની લહેર છલાઇ ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા. તેમને થોડા દિવસો માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અને ઘરેથી જ તેમની સારવાર ચાલી રહી હતી.
IANS અહેવાલ મુજબ ધર્મેન્દ્રનું અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. ધર્મેન્દ્રનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ છે. તેમનો જન્મ 8 ડિસેમ્બર, 1935 ના રોજ પંજાબના નસરાની ગામમાં થયો હતો.
300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં "શોલે", "ચુપકે ચુપકે", "સીતા ઔર ગીતા" અને "ધરમ વીર" જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.