Chhota Udaipur VIDEO VIRAL: છોટાઉદેપુરની શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો વીડિયો

Continues below advertisement

વિધાર્થીઓ સ્કૂલ આવે તો તેના હાથમાં ચોપડી અને પેન હોવી જોઈએ પણ બોડેલી તાલુકાના તરગોળ ગામે પેન ચોપડીની જગ્યા એ પાવડા તગારા જોવા મળી રહ્યા છે. શાળામાં અભ્યાસના બદલે મજૂરી કરતા હોય તેવો વિડિઓ વાયરલ થયો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણનો સત્યાનાશ. જેમના હાથમાં પુસ્તક અને પેન હોવી જોઈએ. તેમના હાથમાં છે પાવડા અને તગારા. આ દ્રશ્યો તરગોળ ગામની પ્રાથમિક શાળાના છે.. શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષણને બદલે મજૂરીના પાઠ સીખી રહ્યા છે.. જરા જોઈ કોઈ ટાઈલ્સ ઉચકી રહ્યુ છે. તો કોઈ વિદ્યાર્થી કરી રહ્યુ છે શૌચાલયની સાફસફાઈ.. સ્કૂલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે.. અને એ જ રિનોવેશનના કામ માટે વિદ્યાર્થીઓને બનાવી દેવાયા છે મજૂર. એબીપી અસ્મિતાએ પ્રસારીત કરેલા અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગ પણ દોડતુ થયુ. છોટા ઉદેપુર જિલ્લાના શિક્ષણાધિકારી સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા. એટલુ જ નહીં. આ ઘટનામાં જવાબદાર શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram